ફ્રાન્સના વાલેન્સિઍનેસમાં રમાઇ રહેલા ફિફા મહિલા વર્લ્ડ કપમાં યજમાન ફ્રાન્સે કેપ્ટન અમાનદિન હેનરીઍ વધારાના સમયમાં કરેલા ગોલની મદદથી ટાઇટલના દાવેદાર બ્રાઝિલને રવિવારે રાત્રે 2-1થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો હવે ડિફેન્ડિંગ ચેમ્પિયન અમેરિકા અને સ્પેન વચ્ચે થનારી મેચના વિજેતા સાથે થશે.
ફ્રાન્સ અને બ્રાઝિલ વચ્ચેની મેચનો પહેલો હાફ ગોલ રહિત રહ્યો હતો. વાલેરી ગોવિને બોલ ગોલ પોસ્ટમાં મોકલીને ફ્રાન્સને સરસાઇ અપાવી હતી પણ વીઍઆર રિવ્યુ સિસ્ટમમાં ઍ ગોલ રદ કરી દેવાયો હતો. બીજા હાફની 7મી મિનીટમાં ગોવિને કાદિદિઍતૂ દિયાનીની મદદથી ગોલ કરીને ફ્રાન્સને સરસાઇ અપાવી હતી. જા કે તેની 11 મિનીટ પછી બ્રાઝિલ વતી ક્રિસ્ટિયાનેનો હેડર ગોલ પોસ્ટ સાથે અથડાઇને પાછો આવ્યો ત્યારે થિઍસાઍ તેને ગોલ પોસ્ટમાં ધકેલી દઇને સ્કોર બરાબરી પર મુકયો હતો.
નિર્ધારિત સમયે સ્કોર 1-1ની બરોબરી પર રહ્યા પછી વધારાના સમયમાં હેનરીઍ ગોલ કરીને ફ્રાન્સને મેચ જીતાડી હતી. આ સિવાય રમાયેલી ઍક અન્ય પ્રિ કર્વાટર ફાઇનલમાં ઇંગ્લેન્ડની ટીમે કેમરુનને 3-0થી હરાવીને પાંચમી વાર ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કર્યુ હતું.