Google Passkey: Gmail માટે પાસવર્ડ વગરની સુરક્ષા શરૂ કરો
Google Passkey Setup : આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન દરેકની જરુરિયાત બની ગયો છે – પછી ભલે તે બેંકિંગ, ઓનલાઇન અભ્યાસ, સોશિયલ મીડિયા કે પર્સનલ ડેટા માટે હોય. આવા સમયમાં તમારા Gmail એકાઉન્ટની સુરક્ષા સૌથી વધુ મહત્વની બની જાય છે, કારણ કે હેકિંગ, ફ્રોડ અને બ્લેકમેઇલિંગ જેવા કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે.
Google લાવ્યું છે નવી સલાહ – હવે પાસવર્ડ નહીં, PASSKEY વાપરો!
અત્યાર સુધીમાં આપણે Gmail એકાઉન્ટમાં સાઇન ઇન માટે પાસવર્ડનો ઉપયોગ કરતાં હતાં. પણ Google હવે સલાહ આપે છે કે પાસવર્ડથી વધારે સુરક્ષિત છે PASSKEY.
Google જણાવે છે કે જો તમે હજી પણ ફક્ત પાસવર્ડ પર આધાર રાખો છો, તો તમારું એકાઉન્ટ સંપૂર્ણ રીતે સુરક્ષિત માનવામાં આવી શકે નહીં.
PASSKEY શું છે?
PASSKEY એ પાસવર્ડથી વધુ સુરક્ષિત લોગિન પદ્ધતિ છે, જેમાં biometrics (જેમ કે આંગળીના નિશાન, ચહેરાની ઓળખ) અથવા તમારા ડિવાઇસ પર PINથી સાઇન ઇન થાય છે.
આથી ફાયદો એ છે કે:
- કોઈ તમારું પાસવર્ડ જાણતું હોય તો પણ એકાઉન્ટમાં પ્રવેશ ન કરી શકે
- બેસ્ટ ફોર્મ ઓફ ફિશિંગ-પ્રૂફ ઓથેન્ટિકેશન
- ઝડપથી લોગિન થાય છે
PASSKEY કેવી રીતે સેટ કરશો?
PASSKEY સેટ કરવા માટે તમારું ડિવાઇસ આ સપોર્ટ કરતું હોવું જોઈએ:
સ્માર્ટફોન
- Android 9 અથવા તેથી વધુ વર્ઝન
- iOS 16 અથવા તેથી વધુ વર્ઝન
ડેસ્કટોપ/લેપટોપ:
- Windows 10
- macOS Ventura
- ChromeOS 109 અથવા વધારે
જો તમારા પાસે આવું ડિવાઇસ છે, તો Google ની વેબસાઇટ અથવા તમારા એકાઉન્ટ સેટિંગ્સમાં જઈને PASSKEY સરળતાથી સેટ કરી શકો છો.
Google Account માટે 2-Step Verification ચાલુ રાખો
અજાણ્યાં ડિવાઇસ પર સાઇન ઇન કર્યા પછી “સાઇન આઉટ” કરવાનું ભૂલશો નહીં
Strong અને Unique પાસવર્ડ રાખો
તમારા સ્માર્ટફોનમાં Anti-virus અને Security updates ચાલુ રાખો