ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ચૂંટણીને લઇ તમામ રાજકીય પાર્ટીઓ ફૂલ એકશન મોડમાં જોવા મળી રહી છે ગુજરાતના રાજકારણ ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવેલી આમ આદમી પાર્ટી કોંગ્રેસ ભાજપ કરતા એક ડગલુ આગળ ચાલી રહી છે અત્યારસુધી આમ આદમી પાર્ટીએ 19 જેટલા મુરતિયાઓની યાદી પણ જાહેર કરી ચૂક્યા છે. ગુજરાત મિશનને લઇ કેન્દ્ર સ્તરેથ તમામ રાજ્કીય પાર્ટીના એક બાદ એક દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, હાલ ગુજરાતને અંકે કરવા આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ સતત દર અઠવાડિયે ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે અને ગુજરાતની જનતાને નવી-નવી ગેરંટીઓ આપી રહ્યા છે
તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27 ઓગસ્ટે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે તેવા અહેલાવ સંપાડ્યા છે જયાં તેઓ નેતાઓ મંત્રીઓ સહિત સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે વડાપ્રધાન નરેન્દ્રની ગુજરાત મુલાકાતને ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યો છે જયારે જયારે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવતા હોય છે ત્યારે ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં એક નવી ઉર્જાનું સંચાર થતું હોય છે ચૂંટણીને લઇ હોમવર્ક આપવામાં આવશે અને ચૂંટણી અંગે માર્ગદર્શન સલાહ સૂચન આપશે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું સ્વપ્ન 150 પ્લસ બેઠકો અંકે કરવા બળ આપશે.
ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ દિવસને દિવસે પડ્યા પર પાટુ જેવી સર્જાઇ છે. રોજે રોજે પાર્ટી માંથી નેતાઓના રાજીનામાના સમાચારો મળી રહ્યા છે ગુજરાત કોંગ્રેસને ફરી જીવંત કરવા આગામી 5 સેપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત આવશે તમામ ધારાસભ્ય સંગઠનના નેતાઓ સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકરો સાથે બેઠક યોજશે આં અંગે ગુજરાતની પ્રવાસે આવેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત આ અંગે જાહેરાત કરી હતી