કંગના રણૌત તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય જયલલિતાની બાયોપિકમાં લીડ રોલ કરવા જઈ રહી છે. આ ફિલ્મને એ. એલ. વિજય ડાયરેક્ટ કરશે. ફિલ્મમાં જયલલિતાનું સમગ્ર જીવન અને રાજકીય સફર દર્શાવવામાં આવશે. આ ફિલ્મ માટે કંગના રણૌત 24 કરોડ રૂપિયા ફી લેશે. કંગનાએ પોતાની બર્થ ડે આ બાબતનો ખુલાસો કર્યો હતો.
આ ફિલ્મને હિન્દી અને ભારતની અન્ય ઘણી બધી ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને હિન્દી સિવાયની ભાષાઓમાં રિલીઝ કરવાનો હેતુ જયલલિતાની સ્ટોરી તમામ સુધી પહોંચાડવાનો છે. અત્યાર સુધી બોલીવુડમાં દીપિકા પાદુકોણ સૌથી વધારે ફી લેનારી અભિનેત્રી હતી. દીપિકાએ ફિલ્મ ‘પદ્માવત’ માટે 11 કરોડ રૂપિયાની ફી લીધી હતી.
દીપિકા અગાઉ પ્રિયંકા ચોપરાને બોલીવુડની સૌથી મોંઘી અભિનેત્રી ગણવામાં આવતી હતી. જયલલિતાની બાયોપિકની ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રો મુજબ કંગના રણૌતને આ ફિલ્મ માટે 24 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી છે.