ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 માર્ચથી એલપીજી સિલેન્ડરની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે. આમ હોળીના પર્વ પર ઘરની ગૃહણીઓ માટે ખુશીના સમાચાર આવ્યાં છે.મોદી સરકારે ગૃહણીઓને હોળીની ભેટ આપતા ગેસ સિલીન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. આ ભાવ ઘટાડો ઘરેલું અને કોમર્શિયલ ગેસમાં લાગુ પડશે. કેન્દ્રની મોદી સરકારે સબસીડી વિનાના સિલિન્ડરમાં 45.50 થી 47 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે.
જ્યારે સબસીડીવાળા સિલિન્ડરમાં 14.2 કિલોગ્રામના વજનવાળા સિલિન્ડરમાં 2.5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ભાવ ઘટાડાનો અમલ આજથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે.અામ મોંઘવારીના અા સમયમાં થોડી રાહત મળી છે.