ઇંગ્લેન્ડમાં યોજાયેલો વર્લ્ડકપ પુરો થતાની સાથે જ આઇસીસી દ્વારા નવા વનડે રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ભારતના વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહે અનુક્રમે બેટ્સમેન અને બોલર્સ રેન્કિંગમાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. આ રેન્કિંગમાં જો કે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડના ખેલાડીઅોને સારો ફાયદો થયો છે.
વર્લ્ડકપમાં પ્લેયર અોફ ટુર્નામેન્ટ જાહેર થયેલા કેન વિલિયમ્સન 796 પોઇન્ટ સાથે છઠ્ઠા ક્રમે પહોંચ્યો છે, જ્યારે રોસ ટેલર પાંચમા ક્રમે છે. આ તરફ ઇંગ્લેન્ડનો અોપનર જેસન રોય પહેલીવાર ટોપ ટેનમાં ઍન્ટ્રી કરીને 10માં ક્રમે પહોંચ્યો છે. જ્યારે બોલર્સ રેન્કિંગમાં ક્રિસ વોક્સે 7માં ક્રમે ઍન્ટ્રી કરી છે. આ ઉપરાંત ન્યુઝીલેન્ડના બોલર મેટ હેનરીઍ પણ ટોપ ટેનમાં ઍન્ટ્રી કરી છે. જો કે તેનો જાડીદાર લોકી ફર્ગ્યુસન ટોપ ટેનમાંથી બહાર નીકળી ગયો છે. ભારતીય સ્પિનર બેલડી કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલ પણ ટોપ ટેનમાંથી આઉટ થઇ ગઇ છે.
આઇસીસી વનડે રેન્કિંગ ટોપ ટેન બેટ્સમેન
[table id=15 /]
આઇસીસી વનડે રેન્કિંગ ટોપ ટેન બોલર
[table id=16 /]