ડોનાલ્ડ તૃમ્પ આજ ના સૌથી તાકતવર દેશ એટલે કે અમેરિકા ના પ્રેસિડેંટ છે. તે કોઈક ના કોઈક કારણોસર ટી.વી અને ઇન્ટરનેટ પર છવાયેલા રહે છે, કોઈક સમયે એમના સૂટ ના લઈને કા તો પછી એમના હેર-સ્ટાઈલ ના લઈને પણ આજે આપણે વાત કરશું એમની કાર “ધ બીસ્ત” ની. જ્યારે ડોનાલ્ડ તૃમ્પ નોર્થ કોરિયા ના નેતા કીમ જોન ને એમની કાર ના ફીચર ને લઈને ચર્ચા કરી હતી. અને ડોનાલ્ડ તૃમ્પ દુનિયા ના સૌથી તકતવાર દેશ ના રાષ્ટ્રપતિ છે એટલા માટે તેમની સુરક્ષામાં કોઈ કસર નથી થતી. ખાસ કરી ને જ્યારે તમે આ કાર ના સેફ્ટિ ફીચર ને જાણશો તો તમે હેરાન થઈ જસો. આ કારમાં બધી રીત ના હથિયાર સેવાયેલા છે, ઘણા એવા ફીચર છે જેના થી આ કાર “ધ બીસ્ત” ને બીજી ગાડીઓ થી અલગ નિખારે છે. “ધ બીસ્ત” કાર ને અમેરિકા ની જાની-માની કંપની જનરલ મોટર્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને આ કાર ના નામ નો મતલબ “જાનવર” થાય છે જે આ ગાડી ની હુમલો કરવાની ક્ષમતા જોઈને આપવામાં આવ્યું છે. આ કાર ની બધી વિન્ડો બુલેટ પ્રૂફ છે જે પોલી-કાર્બોનેટ ના 5 લેયર થી બનાવામાં આવ્યા છે અને આ કાચ ને બંદૂક ની ગોળી કે પછી બોમ્બ ના ધમાકા પણ નુકસાન પોચાડી સકે તેમ નથી. પ્રેસિડેંટ ની સુરક્ષા ને ધ્યાનમાં રાખી ને ડ્રાઇવર સિવાઈ બધી વિન્ડો સીલ હોય છે અને ડ્રાઇવર ની વિન્ડો પણ ખાલી 3 ઇંચ નીચે થઈ શકે છે.
“ધ બીસ્ત” કાર ના દરવાજા 8 ઇંચ ના સ્ટીલ થી બનાવામાં આવ્યા છે અને આજ કારણોસર બીજી ગાડીઓ કરતાં આ ગાડી નું વજન વધારે છે. આ કાર ના ટાયર પણ કમાલ ના છે જે બ્લાસ્ટ થયા પછી પણ નોન-સ્ટોપ ચાલી શકે છે, ફ્યુલ ટેન્ક પણ ભારે રીતે બનાવામાં આવી છે કે ભારે એક્સિડેંટમાં પણ આ ગાડી ને આગ નથી લાગી શક્તિ. પ્રેસિડેંટ ની સુરક્ષા ની સાથે હુમલાવર ને મારવામાં પણ આ કાર એકદમ મજબૂત છે આ ચાલતી-ફરતી આર્મી ટેન્ક છે. ગાડીમાં ઘણી જાત ની ગન અને ટીયર-ગૅસ મૂકવામાં આવ્યા છે જે સામે થી હુમલાવર ને મારવા માટે મદદરૂપ થાય છે. આ ગાડીમાં અલગ થી ગન છે જેમથી ગોળી ના બદલામાં આગ નિકડે છે. આ ગાડીમાં ઓક્સિજન સપ્લાય પણ આપવામાં આવી છે, જો કોઈક કારણોસર પ્રેસિડેંટ ને કઈ થાય છે તો પાછળ ના બોર્ડમાં પ્રેસિડેંટ નું બ્લડ સ્ટોર કર્યું છે જે ઈમરજનસીમાં કામ લાગે છે. આ ગાડી ના ડ્રાઇવર ને અલગ થી ટ્રેનિંગ આપવામાં આવે છે જેના અંદર એક કમાન્ડો ના બધા ગુણ હોય છે જે કોઈ પણ સંજોગમાં રાષ્ટ્રપતિ ની રક્ષા કરે છે.