ખાણ ખનીજ વિભાગ અને સરકારી બાબુઓ કાળા ચશ્માં પહેરી વહીવટ ગાંધી છાપ નોટ પર ચલાવતા હોઈ એમ લાગે છે.
કરોડો રૂપિયાની માટીખનન ગુંદલાવ ચોકડી પાસે બેરોકટોક પણે ચાલી રહ્યું છે સત્ય ડે દૈનિક અને SATYADAY.com નો વિષેશ અહેવાલ
વલસાડ : સુપ્રીમ કોર્ટઆપણા રાજ્ય ની હાઇકોર્ટ તથા અન્ય કોર્ટ દ્વારા પર્યાવરણ બચાવવાના સંદર્ભે સમગ્ર તંત્રને વારંવાર નિર્દેશ ,ચુકાદાઓ આપ્યાં હોવા છતાં માથાભારે અને જિલ્લાના અધિકારીઓ ,પદાધિકારીઓ અને સમગ્ર તંત્રને ગજવામાં ઘાલી બે રોકટોક પણે ગુંદલાવ ચોકડી પાસે , નહેરની બાજુમાં કરોડો રૂપિયાની કમાણી કરવા માટે માટી ખનનનું કૈભાંડ ચાલી રહ્યું છે .
સમગ્ર કૌભાંડ ને વિગતવાર જોઈએતો ટ્રાફિકથી હંમેશા ભરેલા રહેતા નેશનલ હાઇવે નંબર 8 ની ગુંદલાવ ચોકડી પાસે આવેલી નહેરની નજીક જે.સી.બી અને ડમ્પરોના કાફલા સાથે રાત-દિવસ માટી ખનન કરી તેને વેચી ને કરોડો રૂપિયા કમાવી લેવાનો ગોરખધંધો હાલ ચાલી રહ્યો છે . ગ્રામપંચાયત , મામલતદાર કે તાલુકા પંચાયત ની કોઈપણ જાતની પરવાનગીઓ મેળવ્યા વિના આ કારોભાર ખુલ્લેઆમ તંત્ર ની નજર હેઠળ કૌભાંડ ચાલી રહ્યો છે . અહીં ઉલ્લેખનીય છે કે ધોળે દિવસે ચેઇન જે.સી.બી જે ખરેખર ખુબજ સ્પીડી માટી ખનન કરી ડમ્પરો,ટ્રકો ,ટટ્રેકટર્સ માં આ માટી ભરીને વેચવાનું કૌભાંડ શું ખાણ ખનીજ વિભાગ , પંચાયતના અધિકારીઓ ની નજર પડતી નથી કે પછી સેટિંગ ડોટ કોમ દ્વારા આ બધી પ્રક્રિયાઓ ખાણ ખનીજ ચોરો માટે સરળ કરી દેવામાં આવે છે તે તાપસનો વિષય છે. કુદરતી સંપતિ પર આ જે.સી.બી ના પંજા લગતા ગુજરાત સરકારની આવક પર પંજો પડે છે. ખાણ ખનીજ વિભાગ અને સરકારી બાબુઓ કાળા ચશ્માં પહેરી વહીવટ ગાંધી છાપ નોટ પર ચલાવતા હોઈ એમ લાગે છે.