ઢાકા: હોકી એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેની રોમાંચક મેચમાં ભારતે 4-0 થી મેચ જીતીને સતત ચોથી જીત મેળવી હતી અને સતત સાતમીવાર એશીયા કપની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ભારતીય ટીમે એશીયા કપમાં પાકિસ્તાન સામે જીતનો ચોગ્ગો ફટકાર્યો હતો.
ભારત તરફથી પહેલો ગોલ 39મી મીનીટે સતબીર સિંહે કર્યો હતો. પહેલા હાફ સુધી ભારતનો સ્કોર 1-0 રહ્યો હતો. ત્યાર બાદ 51 મીનીટે હર્મનપ્રીત સિંહે, 52 મીનીટે ઉપાધ્યાય અને 57 મીનીટે ગુરજંટ સિંહે ગોલ કરીને ભારતનો સ્કોર 4-0 સુધી પહોચાડ્યો હતો. પાકિસ્તાન તરફથી ઘણીવાર ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એક પણ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. ભારતીય હોકી ટીમે આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમે એક પણ મેચ હારી ન હતી અને એશીયા કપની ફાઇનલમાં સતત સાતમી વાર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. એશીયા કપમાં સુપર 4 પહેલા લીગ મેચમાં પણ ભારતે પાકિસ્તાનને હરાવી ચુક્યું છે.
હાલના દિવસો ભારતે પાકિસ્તાન પર સંપુર્ણ રીતે દબાવ રાખ્યો હતો. મનપ્રીત સિંહની આગેવાની હેઠળ આ પહેલા સુપર 4માં કોરીયા સામે 1-1થી ડ્રો મેચને બાદ કરતા ભારતીય ટીમ પોતાની તમામ મેચ જીતી છે. તો એ પહેલાની મેચમાં મલેશિયા સામે 6-2 થી જીત મેળવી હતી.