અહીં રમાઇ રહેલી સુદીરમન કપમાં બુધવારે ભારતીય બેડમિન્ટન ટીમે સતત બીજા પરાજય વેઠવાનો વારો આવ્યો હતો. ચીને ઍકતરફી મુકાબલામાં ભારતીય ટીમને 5-0થી કારમો પરાજય આપ્યો હતો. મિક્ષ્ડ ટીમ ચેમ્પિયનશિપમાં આજ સુધી ઍકપણ મેડલ જીતી ન શકેલી ભારતીય ટીમનો ઍકપણ ખેલાડી ચીન સામે મેચ જીતી શક્યો નહોતો. ચીન સામે પીવી સિંધુના સ્થાને સાઇના નેહવાલ મહિલા સિંગલ્સની મેચ રમી હતી.
પ્રથમ મેચમાં પ્રણવ જેરી ચોપરા અને ઍ સિક્કી રેડ્ડીની જાડી વાંગ ઇલયૂ અને હુઆંગ ડોંગપિંગ સામે માત્ર 28 મિનીટમાં જ 5-21, 11-21થી હારી ગઇ હતી. પુરૂષ સિંગલ્સમાં સમીર વર્મા ચેન લોંગ સામે જારદાર ટક્કર આપતા મેચ 1 કલાક 11 મિનીટ સુધી ચાલી હતી પણ અંતે ચાઇનીઝ ખેલાડીઍ મેચ 21-17, 22-20થી વિજય મેળવ્યો હતો.
પુરૂષ ડબલ્સમાં સાત્વિક સાઇરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જાડી પહેલી ગેમ 21-18થી જીતી લીધી હતી, જા કે તે પછી હાન ચેંગકાઇ અને ઝોઉ હાઓડોંગની જાડીઍ બાકીની બે ગેમ 21-15, 21-17થી જીતી લઇને મેચ જીતી હતી. સાઇના નેહવાલ મહિલા સિંગલ્સમાં ઉતરી પણ ચેન યુફેઇઍ તેને માત્ર 33 મિનીટમાં 21-12, 21-17થી હરાવી હતી. જ્યારે અંતિમ મેચમાં અશ્વિની પોનપ્પા અને ઍન સિક્કી રેડ્ડીને ચેન ક્વિંગચેન અને જીયા યીફાનની જાડીઍ 21-12, 21-15થી હરાવી હતી.