અમદાવાદ : આવતા વર્ષે થનારા કોમનવેલ્થ રમતોમાં ભારતીય પુરૂષ હોકી ટીમને પુલ બીમાં જગ્યા મળી છે. મહત્વની વાત એ છે કે પુલ બીમાં ભારતની સાથે તેનું કટ્ટર હરીફ દેશ પાકિસ્તાનને પણ સ્થાન મળ્યું છે. પુલ બીમાં ભારતની સાથે પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, મલેશિયા અને વેલ્સની ટીમોને સ્થાન મળ્યું છે. આ પ્રમાણે જોવા જઇએ તો ભારત માટે પુલ બી સાથેની ટીમો સામેની રમત આસાન નહી હોય.
ભારતીય મહિલા હોકી ટીમની વાત કરીએ તો મહિલા ટીમને પુલ એમાં જગ્યા મળી છે. પુલ એમાં ભારતીય મહિલા ટીમ સાથે ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, મલેશિયા અને વેલ્સની ટીમોનો સમાવેશ થયો છે. પુલમાં દરેક ટીમ એકબીજા સાથે રમશે. ટોચની બે ટીમો સેમી ફાઇનલમાં જગ્યા બનાવશે. કોમનવેલ્થ રમતની શરૂઆત 5 એપ્રીલથૂ 14 એપ્રીલ સુધી રમાશે.
ભારતીય મહિલા ટીમને પોતાની પહેલી મેચ વેલ્સ સામે 5 એપ્રિલના રોજ રમશે. તો બીજી તરફ ભારતીય પુરૂષ ટીમ પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે 7 એપ્રિલના રોજ રમશે. કોમનવેલ્થ ગેમ્સ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાશે.