દિલ્લી: ભારતીય મહિલા હૉકી ટીમે એશિયા કપમાં પોતાની ત્રીજી મેચમાં મલેશિયાને હાર આપી હતી. મંગળવારે રમાયેલી મેચમાં ભારતે મલેશિયાને 2-0થી હાર આપી હતી. આ જીત સાથે ભારતીય ટીમ પુલ એમાં ટૉપ સ્થાન પર ખુદને યથાવત રાખતા ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ સુનિશ્વિત કરી લીધો છે.
બંને ટીમોએ ત્રીજા ક્વાર્ટરની સમાપ્તિ સુધી એકબીજાને આકરી ટક્કર આપી હતી. આ કારણે બંને ટીમો એક પણ ગોલ કરી શક્યા ન હતા. ત્યાર બાદ ભારતીય ટીમે આક્રમક રમત અપનાવી હતી, અને ચોથા ક્વાર્ટરમાં બે ગોલ કરતા મેચ પોતાના નામે કરી હતી. ચોથા ક્વાર્ટરમાં 54મી મિનિટમાં ગુરજીત કૌરે ટીમને 2-0થી સરસાઇ અપાવી હતી. સારા ડિફેન્સથી ભારતે મલેશિયાને ગોલ કરવા દીધો ન હતો અને અંતમાં 2-0થી જીત હાંસલ કરી હતી.