કોલકત્તા : ભારતીય ફુટબોલ ટીમના સ્ટાર ખેલાડી અને સાની સુનીલ છેત્રીએ સોમવારે તેની પ્રેમીકા સોનમ ભટ્ટાચાર્યની સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયો છે. સોનમ ભટ્ટાચાર્ય મોહન બાગાનના દિગ્ગજ સુબ્રત ભટ્ટાચાર્યની પુત્રી છે. કોલકત્તામાં થયેલા આ સમારોહમાં વર-વધુને આશિર્વાદ આપવા માટે ઘણા જાણીતી હસ્તીઓ આવી હતી. લગ્ન સંપુર્ણ રીતે પારંપરીક રીતિ રીવાજો દ્રારા કરવામાં આવી હતી.
લગ્ન સમયે સુનીલ છેત્રી સંપુર્ણ રીતે નેપાળી પોશાકમાં જોવા મળ્યો હતો. સુનીલ છેત્રી ઘોડીમાં બેસીને લગ્ન સ્થળ સુધી પહોચ્યો હતો. ત્યાર બાદ સુનીલ છેત્રી પારીવારીક બંગાળી પોશાકમાં જોવા મળ્યો હતો. લગ્ન બાદ તેને આશીર્વાદ આપવા માટે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ આવ્યા હતા. તો લગ્નમાં અન્ય રાજકારણીઓ, સિનેમા જગતથી જોડાયેલી હસ્તીઓ, ફુટબોલ અને અન્ય રમત સાથે સંકળાયેલી હસ્તીઓએ હાજરી આપી હતી.