ભારતીય જુનીયર હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતા સુલ્તાન જોહોર કપ 2017માં મલેશિયાને 2-1 થી હરાવ્યું હતું. સુલ્તાન જોહોર કપમાં ભારતની આ સતત બીજી જીત હતી. પહેલી મેચમાં ભારતે જાપાનને હરાવ્યું હતું. મલેશિયા સામે ભારતની શરૂઆત સારી રહી ન હતી. પરંતુ ભારતના યુવા હોકી ખેલાડી દિલપ્રીકસિંહે શાનદાર પ્રદર્શન કરતા ભારતને જીત અપાવવામાં મહત્વની ભુમીકા ભજવી હતી.
મલેશિયા ટીમે તમન દયા હોકી સ્ટેડિયમમાં ફિરદૌસ ઉમરના મેચમાં 3જી જ મીનીટે ગોલ કરતા ભારત શરૂઆતમાં જ દબાણમાં આવી ગયું હતું. ત્યાર બાદ ભારતના દિલપ્રીત સિંહે મેચની 20મી અને 43મી મીનીટે ગોલ કરીને ભારતની જીત માટેનો પાયો નાખ્યો હતો.
મેચની 3જી મીનીટે મલેશિયાએ ગોલ કરી ભારતની મુશ્કેલી વધારી
મેચમાં મલેશિયાએ શરૂઆતથી જ આક્રમક રમત દાખવી હતી. જેના કારણે મેચની 3જી જ મીનીટે પેનલ્ટી કોર્નર મેળવીને ઉમર ફિરદૌસે ડ્રૈગ ફ્લિકમાં ગોલ કરીને ભારત પર દબાળ વધાર્યું હતું. પહેલા ક્વાટર દરમ્યાન મલેશિયાએ ભારત પર સતત ગોલ કરવાના પ્રયાસો કર્યા હતા અને પહેલો ગોલ કર્યા બાદ ભારત પર સતત દબાણ બનાવવા માટે ગોલ કરવાના પ્રયાસો કર્યા હતા.
બીજા ક્વાટરમાં ભારતે કરી વાપસી
જોકે બીજા ક્વાટરમાં ભારતે શાનદાર વાપસી કરી હતી. જેમાં દિલપ્રીત સિંહે મેચી 20મી મીનીટે ગોલ કરીને સ્કોર બરોબરી કરી હતી અને મેચ રોમાંચક સ્થીતીમાં લાવી દીધી હતી. હાફ ટાઇમ સુધી સ્કોર 1-1 ની બરોબરી પર રહ્યો હતો. ત્રીજા ક્વાટરમાં ભારતે આક્રમક રમત દાખવી હતી અને મલેશિયા પર દબાવ વધારવા લાગ્યા હતા. આમ મેચની 43મી મીનીટે મનિંદર સિંહે જમણી બાજુ મુવ કરીને બોલને સર્કિલની અંદર રહેલા દિલપ્રીતને બોલ પાસ કર્યો હતો અને દિલપ્રીતે ગોલ કરવામાં કોઇ જ ભુલ કરી ન હતી. દિલપ્રીત સિંહનો આ ટુર્નામેન્ટમાં ચોથો ગોલ હતો. ભારતનો હવે ત્રીજો મેચ બુધવારે અમેરીકા સામે થશે.