નેધરલેન્ડ ડેન બોશમાં ચાલી રહેલા તિરંદાજીની વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કરીને ભારતીય પુરૂષ રિર્ક્વ ટીમે અોલિમ્પિક્સ માટેનો પોતાનો ક્વોટા મેળવી લીધો હતો, જા કે મહિલાઓ તેમ કરવામાં નિષ્ફળ રહી હતી.
આમ તો ભારતીય પુરૂષ રિકર્વ ટીમે બુધવારે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવતાની સાથે જ આ ક્વોટા મેળવી લીધો હતો, પણ ગુરૂવારે તેઓઍ મજબૂત ગણાતી નેઘરલેન્ડની ટીમને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 2005 પછી ભારતીય ટીમ પહેલીવાર ફાઇનલમાં પહોંચી છે અને હવે રવિવારે તેમનો સામનો ચીન સામે છે, જેણે અન્ય ઍક સેમી ફાઇનલમાં કોરિયાને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી.