કોલકત્તા: ફુટબોલ સ્પોર્ટસ ડેવલોપમેન્ટ લિમિટેડે આગામી હિરો ઇંડિયન સુપર લીગની ચોથી સીઝનની ફાઇનલ મેચ બદલાવાની જાહેરાત કરી હતી. એટલે ISL 2017-18 ની ફાઇનલ મેચનું આયોજન હવે કોલકત્તામાં થશે. તો બીજી તરફ ટુર્નામેન્ટની પહેલી મેચનું આયોજન કોલકત્તાની જગ્યાએ કોચ્ચીમાં થશે. આમ 17 નવેમ્બરના રોજ ISL 2017-18ની પહેલી મેચ કોચ્ચીમાં યોજાશે.
ISL ટુર્નામેન્ટની ફાઇનલ મેચનું આયોજન કોલકત્તામાં કરવાનો નિર્ણય હાલમાં જ ફિફા એંડર 17 વર્લ્ડ કપની ફાઇનલ મેચનું સફળ આયોજનની સમીક્ષા કર્યા બાદ નક્કી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં ISL ની શરૂઆત થઇ હતી અને ત્યાર બાદ દરેક સીઝન એક પછી એક નવા આયામો સર કરતું ગયું હતું. ઇન્ડિયન સુપર લીગ 2014ની શરૂઆત પણ કોલકત્તાથી જ થઇ હતી. ઇન્ડિયન સુપર લીગ 2017-18ની ફાઇનલ મેચ 17 માર્ચ 2018ના રોજ કોલકત્તામાં રમાશે. આ લીગની પહેલી મેચ એટીકે અને કોલકત્તા વચ્ચે રમાશે. આ પહેલી મેચ 17 નવેમ્બર 2017ના રોજ કોચ્ચીમાં રમાશે. આમ આ સીઝનની બાકી તમામ મેચ નક્કી કરેલા આયોજન સ્થળ અને સમય અનુસાર શરૂ થશે.