ભારતીય મહિલા હોકી ટીમે એશિયા કપ 2017માં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા સેમીફાઇનલમાં જાપાનને કારમો પરાજય આપીને ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી છે. ભારતીય ટીમે રોમાંચક મુકાબલામાં જાપાનને 4-2થી કારમી હાર આપી હતી.
સેમીફાઇનલમાં ભારત તરફથી સાતમી મિનિટમાં ગુરજીત કૌર અને નવમી મિનિટમાં નવજોત કૌરે અને 38મી મિનિટમાં લાલરેમસિયામીએ ગોલ કર્યો હતો. ભારત આ જીત સાથે ચોથી વખત ફાઇનલમાં પહોંચ્યું છે. ભારતે 2004માં ખિતાબ જીત્યો હતો. 1999 તથા 2009માં ભારત ઉપવિજેતા રહ્યું હતું. ફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો મુકાબલો ચીન સાથે 5 નવેમ્બરે રવિવારે થશે. ઉલ્લેખનીય છે કે, 2009માં ભારત અને ચીન વચ્ચે ખિતાબી મુકાબલો થયો હતો. જેમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ભારતીય મહિલા ટીમે અત્યાર સુધી વર્ષ 2004માં એશિયા કપનો ખિતાબ જીત્યો હતો.