ભારતીય મહિલા હોકી ટીમે ત્રણ મેચની દ્વિપક્ષિય સિરીઝની પહેલી મેચમાં યજમાન દક્ષિમ કોરિયાને 2-1થી હરાવ્યું હતું. ભારતીય ટીમની યુવા સ્ટ્રાઇકર લાલરેમ્સિયામીઍ 20મી અને નવનીત કૌરે 40મી મિનીટમાં ગોલ કર્યા હતા, જ્યારે યજમાન ટીમ વતી શેમન હેઝેયોંગે ઍકમાત્ર ગોલ 48મી મિનીટમાં કર્યો હતો.
આ વર્ષની શરૂઆતમાં સ્પેન અને મલેશિયા સામે પ્રભાવક પ્રદર્શન કરનારી ભારતીય ટીમની શરૂઆત મજબૂત રહી હતી અને પહેલા ક્વાર્ટરમાં ઍક પેનલ્ટી કોર્નર ફેલ ગયા પછી 20મી મિનીટમાં લાલરેમ્સિયામીના ફિલ્ડ ગોલથી ભારતીય ટીમે સરસાઇ મેળવી લીધી હતી. તે પછી નવનીત કૌરે 40મી મિનીટમાં ઍ સરસાઇને ડબલ કરી દીધી હતી.
દક્ષિણ કોરિયાને મેચમાં 5 પેનલ્ટી કોર્નર મળ્યા અને અંતિમ ક્વાર્ટરમાં પેનલ્ટી સ્ટ્રોક મળ્યો, જે ઍકમાત્ર ગોલમાં ફેરવી શકાયો હતો. ભારતીય ગોલકિપર સવિતાઍ મેચમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યુ હતું. ભારતીય ટીમે હવે બુધવારે બીજી મેચ રમવાની છે.