દિલ્લી : કહેવાય છે કે દુખના વાદળો ક્યારેક તો જતા રહે છે. આવું જ કઇક વિનેશ ફોગાટ, પ્રવીણ રાણા અને રવિંદર ખત્રી સાથે થયું છે. વાત એવી છે કે ભારતીય કુશ્તી મહાસંઘના સ્ટાર મહિલા કુશ્તેબાજ વિનેશ ફોગાટ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. જેના કારણે તે હવે 15 થી 18 નવેમ્બર સુધી મધ્ય પ્રદેશના ઇંદોરમાં થઇ રહેલી રાષ્ટ્રીય કુશ્તી ચૈમ્પિયનશિપમાં ભાગ લઇ શકશે.
મહત્વની વાત એ છે કે વિનેશ ફોગાટની સાથે ફેડરેશને પ્રવીણ રાણા અને રવિંદર ખત્રી પર પણ પ્રતિબંધ હટાવી લીધો છે. ભારતીય રેલ્વેના આ ત્રણેય પહેલવાનો પર આ બૈન હાલમાં જ થયેલી તુર્કમેનિસ્તાનના અશ્ગાબાતમા થયેલી એશિયન ઇંડોર ગેમ્સમાં ભાગ નહી લેવાના કારણે તેમા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ ત્રણેય ખેલાડીઓએ ટુર્નામેન્ટના અંતિમ ક્ષણોમાં મેચમાં ભાગ નહી લેવાની જાણ કરી હતી.