નવી દિલ્હી : ભારતના પ્રતિભાશાળી ફુટબોલ ખેલાડીઅોને આગામી ઍફસી બાયર્ન યુવા કપ ફાઇનલ્સમાં સારું પ્રદર્શન કરવાની આશા છે. બેંગ્લુરૂની આર્મી બોયઝ સ્કુલ ઍફસી બાયર્ન યુવા કપની નેશનલ ચેમ્પિયન બની હતી, તે પછી 19મી મેના રોજ રમાનારી વર્લ્ડ ફાઇનલ્સ માટે તેમને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે.
ટીમના ખેલાડીઓઍ કહ્યું હતું કે અમને હજુ પણ વિશ્વાસ નથી થતો કે અમે વર્લ્ડ ફાઇનલ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરીશું. અમારા ખભા પર મોટી જવાબદારી છે અને ઍ અમારા માટે સન્માનની વાત પણ છે. અમે ટુર્નામેન્ટમાં સારા પ્રદર્શનથી દેશનું નામ ઉંચુ કરવા માટે પ્રતિબદ્ધ છીઍ. ટીમ આ ટુર્નામેન્ટ માટે જર્મનીના મ્યુનિચ શહેરમાં પ્રોફેશનલ કોચની દેખરેખમાં તૈયારી કરશે.