ગત કેટલાક સમય પહેલા 1 રૂપિયાનો સિક્કો બંધ થવાની અફવાહ બાદ દેશનાં ઘણા ભાગમાં આ સિક્કાને લઇ ઘણા પ્રકારની વાતો બહાર આવી રહી છે. જ્યાં એક બાજૂ દુકાનદાર સિક્કાને લેવાથી ઇન્કાર કરી રહ્યા છે તો બીજી બાજૂ લોકો દુકાનદારો પાસેથી આ પ્રકારના સિક્કાઓ લેવાથી ઇન્કાર કરી રહ્યા છે. દરમિયાન દેશનાં કેટલાક ભાગમાં લોકો હિંસક થવાની ખબરો પણ સાવી રહી છે. જો કે, આ ખબરો વચ્ચે બેન્કોએ સાફ કહ્યું હતું કે, એક રૂપિયાના સિક્કાને લેવાથી કોઇ ઇન્કાર કરી શકે નહી. માત્ર આટલું જ નહી એવી ખબરો પણ આવી કે, જે લોકો સિક્કા લેવાથી ઇન્કાર કરશે તેના પર કાર્યવાહી થશે.
દેશનાં વિભિન્ન ભાગોમાં આ ખબરોને લઇ ખુબ જ વિવાદ ચાલી રહ્યો છે. કારણ કે નાના દુકાનદારોને મોટાભાગે આ પ્રકારનાં સિક્કાઓની વધાપે જરૂર હોય છે, જે તેને ખરિદારનાં મોટી નોટ આપવાના બદલામાં બચેલ રકમ સ્વરૂપે આપવામાં મદદ કરે છે. અસલમાં ગત કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર આ મુદ્દા પર લોકો આરબીઆઇને પૂંછી રહ્યા છે કે, તેઓ આ મામલામાં પોતાનો પક્ષ સાફ કરે જેથી લોકો વચ્ચે ઉડી રહેલા અફવાહ પર લગામ લગાવી શકાય.
ટ્વીટર પર પણ મોટી સંખ્યામાં લોકો RBIને સવાલ કરી રહ્યા છે કે, રિઝર્વ બેન્કે આ મુદ્દા પર પોતાનો પક્ષ સાફ કરવો જોઇએ. તમને જણાવી દઇએ કે, હજૂ આ મુદ્દા પર બેન્ક તરફથી કોઇપણ પ્રકારનો નિર્દેશ જાહેર કરવામા આવ્યો નથી. એવામાં તેનો આશય એ લગાવવમાં આવશે કે 1 રૂપિયાનો સિક્કો હાલમાં પણ સરકારી મુદ્રા છે અને તેને લેવાથી કોઇ ઇન્કાર કરી શકે નહી.