છેલ્લા ઘણા દિવસોથી લદ્દાખમાં ચીન સાથે તણાવ ચાલી રહ્યો છે. ત્યારે આ વચ્ચે લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની બાજુમાં યોગ દિન નિમિત્તે, ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ જવાનોએ શૂન્યથી પણ માઈનસ તાપમાનમાં બર્ફીલા પહાડો પર યોગા કર્યા હતા. ITBP ના જવાનોએ અંદાજીત 18 હજાર ફૂટની ઉંચાઈ પર યોગા કર્યા હતા.
સમગ્ર દેશમાં જીવલેણ કોરોનાનું સકંટ યથાવત છે. ત્યારે આ વચ્ચે ભારતમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ વર્ષે યોગ એટ હોમ અને યોગ વીથ ફેમિલીની થીમ છે. જેથી દેશના વિવિધ વિસ્તારમાં લોકો પોતાના ઘરોમાં મહોલ્લામાં યોગ કરતા જોવા મળ્યા હતા.