દિલ્લી : ભારતીય મુળના WWE રેસલર જિંદર મહલે પુર્વ ચૈમ્પિયન ટ્રિપલ એચના ચેલેન્જનો સ્વિકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે WWE ના પુર્વ ચૈમ્પિયન ટ્રિપલ એચે ભારતના વન-ઓન-વન ફાઇટ લડવા માટે જિંદરને ચૈલેન્જ આપી હતી અને જિંદરે આ ચૈલેન્જનો સ્વિકાર કર્યો હતો.
ટ્રિપલ એચ અને જિંદર મહલ વચ્ચેની ઐતિહાસીક ફાઇટ દિલ્લીના ઇંદિરા ગાંધી ઇંડોર સ્ટેડિયમમાં 8 અને 9 ડિસેમ્બરના રોજ થશે. આ મેચ WWE લાઇવ ઇવેન્ટમાં થશે. ઉલ્લેખનીય છે કે ટ્રિપલ એચે ટ્વિટરના માધ્યમથી જિંદરને પોતાની સામે મેચ રમવાની ચેલેન્જ આપી હતી. જોકે હજુ થોડા દિવસ પહેલા જ ટ્રિપલ એચ ભારત આવ્યો હતો અને ભારતમાં થનારી મેચનું નિરિક્ષણ કરીને ગયો હતો.