ભારતમાં પહેલીવારે યોજાયેલો ફીફા અંડર 17 વર્લ્ડ કપ ફૂટબોલ ટૂર્નામેન્ટ ગ્રુપ મેચને પૂર્ણ થયા બાદ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે અને આજથી વર્લ્ડ કપના કરો યા મરોનો મુકાબલો શરૂ થવાનો છે. વર્લ્ડકપની ગ્રુપ લીગ મેચ પછી 16 ટીમ રાઉન્ડ-16માં પહોંચી ગઈ છે. જેમાં પહેલા બે મુકાબલા દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં રમાયા હતા. આ બંને મેચોમાં કોલંબિયાનો મુકાબલો જર્મનીથી અને પરાગ્વેનો મુકાબલો અમેરિકાથી થશે. આપને જણાવી દઈએ કે રાઉન્ડ-16માં પહોંચેલી 16 ટીમોમાં 6 ટીમ એવી છે જે પહેલા વર્લ્ડકપના ફાઈનલમાં રમી ચૂકી છે. 1991થી 2005 સુધી આ ટૂર્નામેન્ટને અંડર-17 વિશ્વ ચેમ્પિયનશીપ કહેવાઈ રહી હતી અને 2007 પછી આને અંડર 17 વિશ્વકપનું નામ આપી દેવાયું.
જર્મની Vs કોલંબીયા
આજે જર્મની અને કોલંબિયાના નોકઆઉટ તબક્કાનો પહેલો મુકાબલો થવાનો છે. બંને ટીમના ખિલાડીઓનું સ્તર, અનુભવ અને જાણકારીને જોતા મેદાન પર દર્શકોને એક જોરદાર મુકાબલો જોવાની ઈચ્છા છે. ચાર વારની વર્લ્ડકપ ચેમ્પિયન જર્મનીનો રેકોર્ડ આ ટૂર્નામેન્ટમાં એટલો શાનદાર નથી. તેમણે ચાર વાર ટૂર્નામેન્ટના સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે અને અન્ય યુરોપીયન ટીમની તુલનામાં 44 મેચ વધારે રમી છે. જર્મનીએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 1985માં કર્યું હતું. જ્યારે તેઓ ઉપવિજેતા રહ્યા હતા. પોતાના 10માં ફાઈનલ્સમાં રમી રહેલી જર્મનીની ટીમ નિશ્ચિત રૂપથી આ વખતે કોઈ કસર નહીં છોડે. તો બીજી બાજુ કોલંબિયાઈએ પણ ક્યારેય વર્લ્ડકપ નથી જીત્યો. આ કોલંબિયાની છઠ્ઠી ફાઈનલ છે અને તેઓ આ વખતે ટાઈટલ જીતવાનો પ્રયત્ન કરશે.
પેરાગ્વે Vs અમેરીકા
પરાગ્વે દરેક મેચ જીતીને રાઉન્ડ-16માં પ્રવેશ કરીને આત્મવિશ્વાસથી ભરી છે. અત્યારસુધી રાઉન્ડ રોબિન મેચોમાં તેમણે 10 ગોલ કરીને શાનદાર પ્રદર્શન કર્યું અને સ્પષ્ટ કરી દીધું કે દ.અમેરિકી ટીમમાં ઘણા સારા ખિલાડીઓ છે. ન્યુઝીલેન્ડ સામે જ્યાં તેમણે પાછળ થયા બાદ પણ વાપસી કરીને પોતાની માનસિક મજબૂતી બતાવી. તો તુર્કી અને માલી સામેના મુકાબલામાં ટીમ ઘણી આક્રમક રહી હતી. પરાગ્વે આ વાતથી જાણીતું છે કે અમેરિકી ટીમ કોલંબિયાથી હાર્યા બાદ ટૂર્નામેન્ટમાં સૌથી મોટો ખતરો સાબિત થઈ શકે છે.