નવી દિલ્હીઃ અત્યારે સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા લોકોને પોતાના સપનાનું ઘર બનાવવા માટે લોનનો સહારો લેવો પડે છે. ત્યારે તેમની મુશ્કેલીઓ એ રહે છે કે કઈ બેન્ક સૌથી સસ્તી હોમ લોન આપે છે. અત્યારે દેશમાં ખાનગી અને જાહેર ક્ષેત્રની અનેક બેન્કો કાર્યરત છે. માનવામાં આવે છેકે દેશની સૌથી મોટી જાહેરક્ષેત્રની બેન્ક એસબીઆઈની હોમલોન સસ્તી હોય છે. જોકે, મળતા સમાચાર પ્રમાણે કોટક મહિન્દ્રાદ-ટી બેન્ક સોમવારે સાંજે જાહેરાત કરી હતી કે તેઓ હોમલોન દરમાં 0.10 ટકાનો ઘટાડો કરશે. આમ હોમલોન સસ્તી થઈ શકે છે.
જોકે આ મર્યાદીત સમય માટે જ હશે. કોટક મહિન્દ્રા બેન્કે દાવો કર્યો છે કે તેમની આ ઓફર હોમ લોન માર્કેટમાં સૌથી સસ્તી છે. આ નિર્ણય બાદ કોટક મહિન્દ્રા બેન્કના ગ્રાહકોને 31 માર્ચ સુધી 6.65 ટકાના દરથી હોમ લોન મળી શકશે. આ પ્રાઇવેટ બેન્કે હોમ લોન માટે વ્યાજ દરોમાં ઘટાડો સ્પેશલ ઓફર હેઠળ કર્યો છે. બેન્કે પોતે તેના વિશે જાણકારી આપી છે.
કોટક મહિન્દ્રા બેન્કમાં કન્યૂટેમર એસેટ્સના પ્રેસિડન્ટ અંબુજ ચાંદનાએ કહ્યું કે, હોમ લોન માર્કેટમાં કોટક પ્રાઇસ લીડર બનવા તરફ અગ્રેસર છે. અમે અમારા ગ્રાહકોને એક સ્પેશલ યર-એન્ડ બોનસ આપવાનો નિર્ણય કર્યો છે, જે વધુ સસ્તી હોમ લોનના રૂપમાં હશે. ઘર ખરીદવાનો આ ખરેખર સૌથી શ્રેષ્ઠ સમય છે.