કેન્સરથી પિડાતા બેડમિન્ટન સ્ટાર લી ચોંગ વેઇએ ગુરૂવારે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી હતી, જેના કારણે આ શ્રેષ્ઠતમ કેરિયરનો અંત આવી ગયો, જેમાં લી ચોંગ વેઇએ ઘણાં ટાઇટલ જીત્યા પણ ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલ જીતવાનું સ્વપ્ન અધુરું જ રહી ગયું. લી એ અહીં પત્રકાર પરિષદમાં નિવૃત્તિ લેવાની જાહેરાત કર તે સમયે તે ઘણો લાગણીશીલ બની ગયો હતો અને તેની આંખો ભીની થઇ હતી.
બે બાળકોના પિતા લી ચોંગ વેઇને ગત વર્ષે શરૂઆતના સ્ટેજ પરના નાકના કેન્સરની જાણ થઇ હતી
આ 36 વર્ષિય સ્ટાર ખેલાડીએ કહ્યું હતું કે મેં ઘણાં ભારે મન સાથે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. હું આ રમતને ખરેખર ઘણી ચાહુ છું, પણ અંતે તો તે ઘણી મહેનત માગી લેતી રમત છે. હું છેલ્લા 19 વર્ષોથી સહકાર અે સમર્થન માટે તમામ મલેશિયાવાસીઓનો આભાર માનું છું. બે બાળકોના પિતા લીને ગત વર્ષે નાકના કેન્સરની જાણ થઇ હતી, જે તે સમયે શરૂઆતના તબક્કામાં હતું.
It’s time . An emotional @LeeChongWei formally announces his retirement after 19 year career as top Malaysian shuttler . Hailed as national hero by youth and sports minister @SyedSaddiq pic.twitter.com/LSRyvM1Ch9
— Melissa Goh (@MelGohCNA) June 13, 2019
લીએ તે પછી તાઇવાનમાં તેનો ઇલાજ કરાવ્યો અને કહ્યું હતું કે તે બેડમિન્ટન કોર્ટ પર પાછો ફરવા માટે આતુર છે. તેણે જો કે એપ્રિલથી પ્રેક્ટિસ નથી કરી અને ઘણી સમય મર્યાદાઓ નક્કી કર્યા પછી તેને પુરી ન કરી શક્યો અને તેના કારણે આવતા વર્ષે ટોક્યો ઓલિમ્પિક્સમાં રમવાની તેની આશા ક્ષીણ બની ગઇ. ઓલિમ્પિક્સમાં ગોલ્ડ ન જીતી શકેલો લી ત્રણ વાર સિલ્વર મેડલ જીત્યો છે. તેણે કહ્યું હતું કે હવે હું આરામ કરીને પરિવાર સાથે સમય વિતાવવાનું પસંદ કરીશ. તેણે કહ્યું હતું કે 2012માં લગ્ન પછી જેને તે સતત ટાળતો રહ્યો છે તે હનીમૂન પર મારી પત્નીને લઇ જઇશ.