આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફુટબોલર લિયોનલ મેસ્સી ફરી ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ આ વખતે મેદાનની અંદર નહી પણ મેદાન બહાર ચર્ચાનો વિષય બન્યો છે. લિયોનલ મેસ્સીએ બાર્સેલોના સાથે પોતાનો કોન્ટ્રાક્ટ આગળ વધારી લીધો છે. આ કોન્ટ્રાક્ટ અંતરગત હવે વર્ષ 2021 સુધી મેસ્સી બાર્સેલોના ક્લબ સાથે જોડાયેલો રહેશે. પાંચ વાર FIFA પ્લેયર ઓફ ધ યર રહી ચુકેલા મેસ્સીનો વર્ષ 2018 જુનમાં કરાર પુરો થાય છે.
મેસ્સીને લઇને એવી વાતો સામે આવી હતી કે પોતાનો બાર્સેલોના ક્લબ સાથેનો કરાર પુરો થયા બાદ ક્લબને છોડી દેવાનો હતો. પરંતુ આ નવા કરાર થયા બાદ મેસ્સીએ આ બધી ચર્ચાઓનો અંત લાવી દીધો હતો. બાર્સેલોનાએ લિયોનલ મેસ્સી સાથે 835 મિલિયન ડોલર એટલે કે 5400 કરોડનો કોન્ટ્રાક્ટ કર્યો હતો.