અર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિઓનેલ મેસી ત્રીજી વાર પિતા બનવાનું સુખ જલ્દી જ ઉઠાવવાના છે. મસીની પત્ની એન્ટોનેલા રોક્કોજોએ આ વાતની પુષ્ટી કરી છે કે જલ્દી જ તે બીજી વાર માં બન્યા બાદ ત્રીજી વાર તે માં બનવાની છે. જોકે એન્ટોનેલો રોક્કોજોએ ઈન્સ્ટાગ્રામમાં પોતાની એક ફેમિલી ફોટોને પોસ્ટ કર્યો જેમાં મેસી અને રોક્કોજોની સાથે તેમના બે બાળક થિઆગો અને મેટીઓ નજર આવ્યા હતા.
આ ફોટોમાં રોક્કોજો પોતાની બેલી સાથે નજરે પડે છે. આની સાથે તેમણે લખ્યું કે ફેમિલી ઓફ ફાઈવ એટલે કે પાંચ સભ્યોનો પરિવાર. આપને જણાવી દઈએ કે રોક્કોજોએ આ ઘોષા અર્જેન્ટીનાના મધર્સ ડેના અવસરે કરી. હાલમાં જ મેસીએ અર્જેન્ટીનાના રૂસમાં થનારી 2018 વર્લ્ડકપમાં ક્વાલીફાઈ કરવાની ખુશીમાં જશ્ન મનાવ્યો હતો. મેસી આવતા વર્ષે પોતાનો ચોથો વર્લ્ડકપ રમશે.