Mumbai Air Pollution: છેલ્લા કેટલાક દિવસોમાં ‘નબળું’ અને ‘મધ્યમ’ રહ્યા પછી, મુંબઈનો(Mumbai) એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) બુધવાર અને ગુરુવારે સવારે ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં આવી ગયો છે. રાજધાની દિલ્હીની જેમ મુંબઈની હવા પણ પ્રદૂષણથી ઝેરી થઈ રહી છે. છત્રપતિ શિવાજી ટર્મિનસ (CSMT) અને મરીન ડ્રાઇવ વિસ્તારનો હવા ગુણવત્તા સૂચકાંક ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં નોંધાયો હતો.
Mumbaiમાં વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ ખાનગી અને સરકારી પ્રોજેક્ટ્સ પર કામ કરતા 100 થી વધુ કોન્ટ્રાક્ટરો અને રિયલ એસ્ટેટ કંપનીઓને નોટિસ મોકલી છે, જેમાં તેમને ધૂળ ઘટાડવાના ધોરણોનું પાલન કરવા અથવા કાર્યવાહીનો સામનો કરવા જણાવ્યું છે.
#WATCH | Maharashtra: Visuals from Mumbai's Chhatrapati Shivaji Terminus (CSMT) and Marine Drive area as the Air Quality Index dips to 'Very Poor' category.
(Visuals shot at 7:20 am) pic.twitter.com/OPQKcWjDrD
— ANI (@ANI) November 9, 2023
આ સાથે બોમ્બે હાઈકોર્ટે દિવાળી દરમિયાન મુંબઈવાસીઓ માટે ફટાકડા ફોડવાનો સમય પણ સાંજે 7 થી 10 વાગ્યા સુધી મર્યાદિત કર્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી મુંબઈમાં વાયુ પ્રદૂષણ તેની ટોચ પર છે, તેથી અહીંની સરકારી સર જેજે હોસ્પિટલે પણ શ્વસન સમસ્યાઓથી પીડાતા દર્દીઓને તાત્કાલિક સારવાર આપવા માટે એક અલગ OPD વોર્ડ ખોલ્યો છે. શ્વાસ સંબંધી રોગો માટે હોસ્પિટલોમાં અલગ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
રાજસ્થાનમાં પણ AQI ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં છે
રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં પણ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI)નું સ્તર ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં છે. દિવાળી પહેલા જ લોકો પ્રદુષણથી પરેશાન છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીંના લોકો પ્રદૂષણને કારણે બીમાર થવા લાગ્યા છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે CPCB મુજબ, દિલ્હીનો આજનો AQI લગભગ 421 નોંધાયો છે.