દિલ્લી : ઇન્ડિયન સુપર લિંગમાં ચોથી સિઝનમાં આજે શનિવારે દિલ્લી ડાયનેમોજ અને નોર્થ ઇસ્ટ યુનાઇટેડ વચ્ચે રોમાંચક મુકાબલો યોજાયો હતો. જેમાં દિલ્લી ડાયનેમોજ ટીમે પોતાના ઘર આંગણે હારનો સામનો કરવો પડ્યો હતો. નોર્થ ઇસ્ટ યુનાઇટેડે શાનદાર પ્રદર્શન કરતા દિલ્લી ડાયનેમોઝને 2-0 થી હાર આપી હતી.
આ સિઝનમાં ઘર આંગણાના મેદાન પર પોતાની પહેલી મેચ રમી રહેલી દિલ્લી ડાયમેનોઝની ટીમ પુરી મેચ દરમ્યાન પુરા દબાણ હેઠળ જોવા મળી હતી. નોર્થ ઇસ્ટ યુનાઇટેડ તરફથી મેચમાં પહેલો ગોલ માર્કિયો ડીસુજાએ 17મી મીનીટે કર્યો હતો. જ્યારે મેચમાં બીજો ગોલ નોર્થ ઇસ્ટ યુનાઇટેડની ટીમ તરફથી 22મી મીનીટે ડૈનિલો લોપેજે કર્યો હતો અને આમ મેચમાં શરૂઆતથી જ નોર્થ ઇસ્ટ યુનાઇટેડ 2-0 થી આગળ નિકળી ગયું હતું. ત્યાર બાદ મેચમાં એક પણ ગોલ થયો ન હતો. જોકે બીજા હાફ બાદ મેચ સંપુર્ણ એક તરફી જોવા મળી હતી. દિલ્લી ડાયનેમોજે ગોલ માટે ઘણા પ્રયાસો કર્યા હતા પરંતુ નોર્થ ઇસ્ટ યુનાઇટેડે એક પણ તક આપી ન હતી અને મેચમાં અંતિમ સમય સુધી પોતાની પકડ પજબુત રાખી હતી.
દિલ્લીના જવાહર લાલ નહેરૂ સ્ટેડિયમમાં આ મેચમાં આકર્ષણનું કેન્દ્ર બોલિવુડ સ્ટાર જોન એબ્રાહમ અને જેકલિન ફર્નાડિસ રહ્યા હતા. તો બીજી તરફ ફુટબોલ સ્પોર્ટસ ડેવલોપમેન્ટ લિમિટેડના ચેરમેન નીતા અંબાણી પણ લોકોનું આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. આ તમામ લોકો મેદાન પર ટીમનો ઉત્સાહ વધારવા માટે આવ્યા હતા.