દિલ્લી : ભારતીય હોકી ટીમે હાલમાં જ જર્મનીને હરાવીને હોકી વર્લ્ડ લીગમાં કાસ્ય પદક જીતી હતી. આમ કાસ્ય પદક જીતનારી ભારતીય હોકી ટીમને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે દરેક ખેલાડીને 10-10 લાખ ઇનામી રકમ આપવાની જાહેરાત કરી છે. તો સહયોગી સ્ટાફને 5 લાખ ઇનામી રકમ આપવાની પણ જાહેરાત કરી છે.
તમને જણાવી દઇએ કે રવિવારે કલિંગા સ્ટેડિયમ પર રમાયેલી મેચમાં ભારતીય હોકી ટીમે જર્મનીને 2-1 થી હરાવીને કાસ્ય પદક પર કબ્જો કર્યો હતો. દરમ્યાન મુખ્યમંત્રી નવીન પટનાયકે જણાવ્યું હતું કે ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચ વખતે દેશના ખેલ મંત્રી રાજ્યવર્ધન રાઠોડ પણ હાજર રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.