જે પુરુષો ધુમ્રપાન અને ઓરલ સેક્સ ધરાવતા હોય તેઓ ને માથા અને ગળામાં કેન્સરના પ્રકારનું જોખમ વધારે હોય શકે છે આ સંશોધનમાં સામે આવ્યું છે
જોહ્નસ હોપકિન્સ યુનિવર્સિટી ઓફ અમેરિકાના સંશોધકોએ શોધી કાઢ્યું કે હ્યુમન પૅપિલૉમા વાયરસ (એચપીવી) સાથે સંપર્કમાં આવતા કેન્સરને એચપીવી સંબંધિત ગાંઠ કેન્સર કહેવામાં આવે છે.’એનલ્સ ઓફ ઓન્કોલોજી’માં પ્રકાશિત થયેલા આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે માત્ર 0.7 ટકા પુરુષોએ તેમના જીવનકાળ દરમિયાન આ કેન્સરનો સામનો કરવો પડ્યો હતો અને આ સંશોધકોએ જણાવ્યું છે કે આ જોખમ સ્ત્રીઓ, ધુમ્રપાન નહિ કરનારાઓ અને જેઓ તેમના જીવનકાળમાં પાંચ કરતા ઓછા સાથીઓ સાથે ઓરલ સેક્સ ધરાવતા હોય છે તેમાં નહિ ના બરાબર છે, 100 કરતાં વધુ પ્રકારના એચપીવી હોય છે પરંતુ એચ.પી.વી. સર્વાઈકલ કેન્સર સૌથી વધુ એચપીવી 16 અને 18 ની ચેપ માટે જવાબદાર છે, અને એચપીવી 16 એ મોટા ભાગનાં કેન્સર માટે પણ જવાબદાર ગણવામાં આવે છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.