પારડી તાલુકા ના મોટાવાઘછીપા ગામે રવિવારે મળસ્કે 3 વાગે એક ટેન્કર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર દુકાનમાં ઘુસી ગયું હતું જેમાં 3 દુકાનનો ભુક્કો બોલાવી દીધો હતો ટેન્કર ચાલાક કેબિનમાં ફસાયેલ જેને બહાર કાઢવા ક્રેનની સહારે ગામ લોકોની મદદ લઇ કલાકો બાદ બહાર કાઢ્યો હતો
[slideshow_deploy id=’33516′]
ટેન્કર નં GJ 05 BU 2254 માં સિમેન્ટ ભરીને પારડી થી નાનાપોંઢા તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન મોટાવાઘછીપા ગામે ચાલકને ઝોકો આવવાને કારણે ધડાકા ભેર દુકાન માં ઘુસી જતા ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો અને ત્રણ દુકાનનો ભુક્કો બોલાવી દીધો હતો જેમાં બે ઠંડા પીણાંની દુકાનો અને એક મેડિકલ ની દુકાન હતી જેમાં ભારે નુકશાન થવા પામ્યું હતું અકસ્માતમાં ફસાયેલ ટેન્કર ચાલક ને 4 ક્રેન થી બહાર કાઢવા ગામ લોકો મદદે આવ્યા હતા ત્યારબાદ ડ્રાયવર ને 108 મારફતે નજીક ની હોસ્પિટલ માં ખસેડાયા હતા અકસ્માતની ઘટનાની જાણ પારડી પોલીસ ને કરતા પોલીસ ઘટના સ્થળે આવી હતી નિરીક્ષણ કરી પોલીસે ટેન્કર ચાલકે ને કાઢવા તેઓ પણ મદદે આવ્યા હતા નુકશાન થયેલ દુકાનના મલિક અરુણ કુમાર મનહરલાલ બ્રહ્મભટ્ટ,દિનેશ ભાઈ ચતુર ભાઈ પટેલ,અને પ્રદીપ ભાઈ ચંદ્રકાન્ત પટેલ કે જેઓ ની દુકાન માં નુકસાન થયું હતું પરંતુ સમય મળસ્કે હોવાના કારણે મોટી દુર્ઘટના બનતા ટળી હતી જયારે પૂરો ટ્રાફિક ને કંટ્રોલ કરવા ગામલોકો મદદે આવ્યા હતા અને 6 કલાકની જેહમત બાદ ટ્રાફિકને ખુલ્લો કર્યો હતો
અક્સમાતમાં વીજળી ગુલ સાથે જી એસ પીસી ગેસ લાઇન બધ કરવાની ફરજ બની હતી અકસ્માત અંગે નુકશાન થયેલ દુકાનદાર પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ હતી