આરટીઈ મુજબ એડમિશન પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે. જેમાં વિદ્યાર્થીઓને જે તે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરંતુ શાળા દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવામાં આવતાં વિદ્યાર્થીઓના વાલીઓએ વાલીઓ સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતાં.સેન્ટ ઝેવિયર્સ,મદ્રેશા તૈયાબિયા ઈંગ્લીશ સ્કૂલ સહિત અનેક સ્કૂલના વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારી ખાતે પહોંચીને હાય હાયના નારા લગાવ્યા હતાં. વાલીઓ એડમિટ કાર્ડ લઇને જિલ્લા શિક્ષણ અધિકારીને ત્યાં પહોંચ્યા હતાં. સ્કૂલ દ્વારા એડમિશન ની ના પાડતા વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. સ્કૂલ દ્વારા વાલીઓને જણાવ્યું કોર્ટ મેટર ચાલે છે એડમિશન ના કરી શકે તેવા જવાબ આપવામાં આવ્યાં હતાં.
Saturday, May 18