બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ IPL (ઇંડિયન પ્રીમિયર લીગ)માં જાહેરાત નહીં આપે. કંપનીનું માનવું છે કે ક્રિકેટ અને ખાસ કરીને IPL વિદેશી રમત છે. પતંજલિના CEO આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યું કે, “IPL જેવી રમતો ગ્રાહકવાદને પ્રોત્સાહન આપે છે અને મલ્ટીનેશનલ કંપનીઓ આ ગેમને સ્પોન્સર કરે છે. પતંજલિ કબડ્ડી અને કુશ્તી જેવી દેશી રમતોના આયોજનોમાં જ પોતાની પ્રોડક્ટ્સનો પ્રચાર કરશે.”
ટી-20 લીગ દેશમાં 15 દિવસમાં જ શરૂ થવાની છે. પતંજલિએ એવી FMCJ કંપનીઓમાંની એક છે જે જાહેરાતો પાછળ ઘણો ખર્ચો કરે છે. પતંજલિનું જાહેરાતો પાછળનું વાર્ષિક બજેટ 570-600 કરોડ રૂપિયા હોય છે. મેઈનસ્ટ્રીમ મીડિયાની સાથે પતંજલિ ડિજિટલ અને સોશિયલ મીડિયા પર પણ ઘણી એડ આપે છે. આ પતંજલિની તાકાત છે કે તેના પગલે MNC કંપનીઓને આયુર્વેદિક પ્રોડક્ટ લાવવી પડી.
ગયા વર્ષે પતંજલિએ પ્રો-રેસલિંગ લીગને સ્પોન્સર કરી હતી. રામદેવની કંપનીએ બે વર્ષ પહેલા જ કબડ્ડી વર્લ્ડ કપને પણ સ્પોન્સર કર્યો હતો. બાલકુષ્ણએ જણાવ્યું કે તેઓ ભારતીય રમતોમાં રોકાણ કરતાં રહેશે. એવી રમતો જે દેશની સંસ્કૃતિનો પ્રચાર કરતી હોય. પતંજલિ દુનિયાની જાણીતી ઈ-કોમર્સ કંપની અમેઝોન પર પણ પોતાની વસ્તુઓ વેચે છે.
પતંજલિના આ નિર્ણય પર કમ્યુનિકેશન ગ્રુપ મેડિસિન વર્લ્ડના પ્રેસિડેંટે કહ્યું કે, “ક્રિકેટને વિદેશી ખેલ ગણવો ખોટું છે. તમે BCCIને વિદેશી પણ નથી કહી શકતા.” આ પહેલા સ્ટાર ઈંડિયાએ 16,435.5 કરોડમાં IPLના 5 વર્ષના મીડિયા રાઈટ્સ ખરીદ્યા હતા. જેની શરૂઆત 2018થી થઈ રહી છે. સ્ટારને અત્યાર સુધીમાં 34 એડવટાઈઝર્સ મળી ચૂક્યા છે, જેમાં વીવો, કોકાકોલા, એશિયન પેઈન્ટસ, ફોર્ડ, પારલે ફૂડ પ્રોડક્ટસ અને રિલાયંસ જીઓનો સમાવેશ થાય છે.
IPL ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. બ્રોડકાસ્ટ ઓડિયંસ રિસર્ચ કાઉંસિલ (BARC) પ્રમાણે 2017માં IPLની વ્યૂઅરશીપ 22.5 ટકા વધી હતી. ગત સિઝનમાં IPLને 41. 1 કરોડ દર્શકો મળ્યા હતા. બાબા રામદેવની પતંજલિએ આવતા વર્ષ સુધીમાં દેશની સૌથી મોટી કન્ઝ્યુમર ગુડ્સ કંપની હિંદુસ્તાન યૂનીલીવરથી આગળ નીકળવાનું લક્ષ્યાંક રાખ્યું છે.
પતંજલિ શેમ્પૂથી લઈને ટૂથપેસ્ટ અને નૂડલ્સ અને પેકેજ્ડ વૉટર પણ વેચે છે. 2017ના નાણાંકીય વર્ષ 2017માં કંપનીની વસ્તુઓનું વેચાણ 10,561 કરોડ રૂપિયા હતું. 2012ના નાણાંકીય વર્ષમાં પતંજલિની આવક 453 કરોજ રૂપિયા હતી, જેમાં 2017 સુધીમાં 20 ટકાનો વધારો થયો.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.