દિલ્લી: છેલ્લા ઘણા સમયથી ઓલ ઈન્ડિયા ફુટબોલ ફેડરેશનની ચુટણીને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટ દ્વારા ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન(AIFF)ની ચૂંટણીને રદ્દ કરવાના આદેશ સામે સ્ટે મૂકતા પ્રફુલ પટેલના રાહત મળી છે. આમ હવે પ્રફુલ્લ પટેલની AIFFના અધ્યક્ષ પદે વાપસી કરી છે.
AIFF દ્વારા એક સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ. વાય. કુરેશી અને ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ કેપ્ટન ભાસ્કર ગાંગુલીની આઠ અઠવાડિયામાં AIFFના બંધારણામાં સુધારા કરવા માટે નિમણૂક કરી છે.
આ પહેલાં દિલ્હી હાઈકોર્ટે AIFFની ચૂંટણીઓ નિયમ અનુસાર ન હોવાનું કારણ આપી રદ કરી હતી અને સાથે સાથે પાંચ મહિનામાં ફરી એક વખત ચૂંટણી કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત તે જ સમયે તેમણે એસ. વાય. કુરેશીની AIFFના અધ્યક્ષ પદે કાર્યકારી રૂપે નિમણૂક કરી હતી. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાયેલ ચૂટણીમાં પૂર્વ નાગરિક ઉડયન મંત્રી પ્રફુલ્લ પટેલની AIFFના અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી હતી અને તેઓ ૨૦૧૭થી ૨૦૨૦ વચ્ચેના સમયગાળામાં અધ્યક્ષ પદે રહેવાના હતા.
સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણૂક કરાયેલા ભાસ્કર ગાંગુલીની ભારતના શ્રેષ્ઠ ગોલ કીપરોમાં ગણના થાય છે. વર્ષ ૧૯૮૨માં દિલ્હી ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં ગાંગુલીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી હતી. પોતાની ક્લબ કારકિર્દી દરમિયાન તે મોહન બગાન અને મોહંમદન ર્સ્પોિંટગ ક્લબ તરફથી રમી ચૂક્યો છે.