ભારતના દક્ષિણ છેડા આવેલા પાડોશી દેશ શ્રીલંકામાં હજુ પણ આર્થિક કટોકટીનો સમાનો કરી રહ્યો છે અને શ્રીલંકાની જનતા રાષ્ટ્રપતિ સામે ભારે આક્રોશમાં જોવા મળી રહી છે. ઇતિહાસની સૌથી મોટી આર્થિક કટોકટીમાંથી શ્રી લંકા હાલ પસાર થઇ રહ્યો છે. જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ સોનાના ભાવે વેચાઇ રહી છે જેને લઇ સામાન્ય જનતાને ગુજરાત ચલાવવું અતિ મુશ્કેલ બની રહ્યો છે, તેમજ તમામ પાસાઓને લઇ શ્રીલંકાની જનતા રોડ ઉતરી સરકાર સામે વિરોધ નોંધાવી રહી છે
સમગ્ર શહેરમાં તેલ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની અછત વચ્ચે લોકો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા છે. પ્રદર્શનકારીઓના ટોળાએ શનિવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાનને ઘેરી લીધું હતું. સમાચાર એજન્સી જણાવ્યા અનુસાર, આ પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ રાજપક્ષે તેમના નિવાસસ્થાનથી ભાગી ગયા જોકે ઘટનાને પગલે સુરક્ષાદળો દોડી આવ્યા હતા અને રાષ્ટ્રપતિના ઘરને કોર્ડન કરી પ્રદર્શનકારીઓને વેખરીર્યા હતા