રીયો ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપની સિલ્વર મેડાલિસ્ટ પી.વી.સિંધુએ શુક્રવારે શાનદાર પ્રદર્શન કરતા ચીનની ચેન યૂફેઇને ગેમમાં માત આપીને ફ્રેન્ચ ઑપન સુપર બેડમિન્ટન સીરિઝની મહિલા સિંગલની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
પીવી સિંધુ પહેલી વખત આ ટૂર્નામેન્ટની સેમી ફાઇનલમાં પોતાની જગ્યા બનાવવા માટે સફળ રહી છે. ઓલ્મિપિકમાં સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુએ ક્વૉર્ટરફાઇનલમાં વર્લ્ડમાં 10માં નંબરની યૂફેઇને માત્ર 41 મિનિટમાં 21-14, 21-14થી હરાવી હતી. આ જીતથી સિંધુનો આ ચીની ખેલાડી પર જીતનો રેકોર્ડ 3-2 થઈ ગયો છે. તેણે પાછલા અઠવાડિયે ડેન્માર્ક ઑપનની શરૂઆતમાં જ યુફેઈ સામે હાર મળી હતી. હવે સિંધુ સેમિફાઇનલમાં કોરિયી સુંગ જિ હુન અને જાપાનની પાંચમી ક્રમાંકિત વરીય અકાને યામાગુચી વચ્ચે શનિવાર થનારા ક્વોર્ટરફાઈનલ મેચના વિજેતા સાથે રમશે.