ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ઈન્ડિગો વિમાનમાં તેની સાથે થયેલા ખરાબ વ્યવહારનો મુદ્દો સોશિયલ મીડિયા પર ઉઠાવ્યો છે. સિંધુએ કેટલીક ટ્વિટ કરીને પોતાની નારાજગી જાહેર કરી છે. જોકે બાદમાં ઈન્ડિગોના મેનેજરે માફી પણ માગી. રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડાલિસ્ટ સિંધુએ ટ્વિટમાં લખ્યું કે ભારે દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે 4 નવેમ્બરે ફ્લાઈટ નં 6-ઈ-608માં મુંબઈથી ઉડાણ દરમિયાન મને ખરાબ અનુભવ થયો. ગ્રાઉન્ડ સ્ટાફ અજીતેશે મારી સાથે ગેર વ્યવહાર કર્યો અને ખરાબ રીતે વર્તણૂક કરી.
જોકે એર હોસ્ટેસ અસ્મિતાએ અજતેશને યાત્રીઓ સાથે સારો વ્યવહાર કરવા સલાહ આપવાનો પ્રયાસ કર્યો તો તેની સાથે પણ ખરાબ રીતે વ્યવહાર કર્યો. જો આવા લોકો ઈન્ડિગો જેવી પ્રતિષ્ઠિત એરલાઈન્સ માટે કામ કરે છે તો એરલાઈન્સ તેની પ્રતિષ્ઠા ગુમાવી દેશે. સચીન તેંડુલકર અને હરભજનસિંહ પણ બ્રિટિશ એરવેઝ અને જેટ એરવેઝની નિંદા કરી ચૂક્યા છે.