નવી દિલ્હીઃ ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી પીવી સિંધૂને લઈને બુધવારે સ્પેનની કૈરોલિના મારિનને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરતા કહ્યું હતું કે ઓલંપિક રમતમાં ગત ચેમ્પિયનની કમી સાલશે. મારિનને ઘૂંટમાં ઈજાના કરાણે ઓલંપિકમાંથી નામ પરત લેવું પડ્યું હતું. ટોક્યો ઓલિંમ્પિકના મેડલની સૌથી પ્રબલ દાવેદાર મારિનને પ્રેક્ટિશ દરમિયાન ઘૂંટનમાં ઈજા પહોંચી હતી. તેમને મંગળવારે રમતમાંથી નામ પાછું લીધું હતું.
રિયો ઓલિંપિક ફાઇનલમાં મારિનથી હારેલી સિંધૂએ ટ્વીટર ઉપર એક વીડિયો સંદેશમાં કહ્યું હતું. તમારી ઇજા અંગે સાંબળીને દુઃખ થયું, આશા છે કે તમે ઝડપથી સ્વસ્થ થઈને મજબૂતીથી વાપસી કરશો. સિંધીએ કહ્યું કે મને છેલ્લા ઓલિંપિક યાદ છે જ્યારે આપણે ફાઈનલ રમી રહ્યા હતા. તમારી વિરુદ્ધ રમવું સારું લાગે છે. અને આ વખતે કોર્ટ ઉપર તમારી કમી સાલશે.
મારિને તાજેતરમાં પોતાની ઇજા અંગે પુષ્ટી કરતું એક ટ્વીટ કર્યું હતું. સપ્તહાંત પરીક્ષણ અને ચિકિત્સકીય પરામર્શ બાદ મેં પુષ્ટી કરું છું કે મારા ડાબા ઘૂંટમાં ઈજા થઈ છે. આ સપ્તાહ મારી સર્જરી થશે અને હું રિહેબિલિટેશન પ્રક્રિયામાં પસાર થઈશ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ એક મોટો ઝાટકો છે જેનો મારે સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા બે મહિનામાં એ કારણે તૈયારી ખૂબ જ મુશ્કેલ રહી તો ટીમના નિયંત્રણમાં ન હતી. પરંતુ અમે રોમાંચિત હતાં. જાણતા હતા કે ઓલિમ્પિક દરમિયા સર્વશ્રેષ્ઠ સ્થિતિમાં રહીશું. જોકે, આવું હવે સંભવ નથી.