રાજકોટના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી પોતાના પડતર પ્રશ્નોને લઈને વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે ખેડૂતોના પડતર પ્રશ્નોનોને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા વિરોધ કરવામાં આવશે. કિસાન સંઘના સભ્યો આજે રાજકોટ કલેક્ટર કચેરીથી રેલી કાઢીને વિરોધ કરશે અને ત્યારબાદ તેઓ બેડી માર્કેટિંગ યાર્ડમાં ઉપવાસ પર બેસશે.
મહત્વનુ છે કે, છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પોતાની 3 મુખ્ય માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે. પાક વીમાની ચૂકવણી અને વિસંગતાઓ દૂર કરવા માટે માગ, ભાવાંતર યોજના લાગુ કરવાની માગ, ચેક ડેમ, તળાવ ઊંડા કરવા અને સમારકામ કરવાની ખેડૂતો માગ કરી રહ્યા છે. શહેરના પડધરી, ટંકારા, ઉપલેટા અને ધોરાજી સહિતના તાલુકાના ખેડૂતોને પાકવીમો પણ મળ્યો નથી. જેના કારણે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.