પાંડેસરાની આર્વિભાવ સોસાયટીમાં રહેતા સંચામાં કામ કરતા એક પરિવારની છ વર્ષની માસુમ બાળા સાથે તેના પાડોશમાં જ રહેતા યુવાને દુષ્કર્મનો શિકાર બનાવી હતી. પોલીસે આ યુવાનની ધરપકડ કરીને પુછતાજ હાથ ધરી છે.
પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે પાંડેસરમાં રહેતા અને લુમ્સના કારખાનામાં કરતા એક પરિવારની છ વર્ષની માસુમ બાળાને તેની પડોશમાં રહેતા સંતોષ નામનો યુવક મોબાઈલ બતાવવાના બહાને તેને અંધારામાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. બાળકી લોહી લુહાણ હાલતમાં ઘરે આવતા પરિવારજનોને તેની જાણ થઈ હતા અને તેમણે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
હાલ પોલીસે આ હવસખોરને ઝડપી પાડ્યો છે અને બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.