રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા નવતર યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત કરાઈ. ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ અખબારી યાદી થકી માહિતી આપતા જણાવ્યું કે, ભવિષ્યના નેતાઓ, સંગીતકારો, વૈજ્ઞાનિકો અને ઓલ્યમ્પિયનો તૈયાર કરવા માટે અલાયદી યુનિવર્સિટી સ્થાપાશે. મોટો યુવાવર્ગ ધરાવતા ભારત દેશમાં યુવાવર્ગ ઉત્તરોત્તર વધવાની સાથે ભારત નિર્માણમાં યોગદાન આપવાના હેતુથી આ પ્રકારની યુનિવર્સિટીની સ્થાપના કરવાની જાહેરાત તેમણે કરી. મુંબઈ ખાતે ખાનગી સંસ્થાના કાર્યક્રમમાં મુકેશ અંબાણીની ઉપસ્થિતીમાં તેમના પત્નિ નીતા અંબાણીએ જાહેરાત કરી.
દેશના યુવાઓ છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં પણ રસ લઇ રહ્યા છે.જેના પગલે સમાજ કલ્યાણ માટે નેતા કેવા હોવા જોઇયે. તે અંગેના કૌશલ્યો તેમજ વૈજ્ઞાનીકો અને રમગ માં દેશનુ યુવા ધન આગળ વધે.તે માટે ખાસ કરીને રીલાયન્સ પોતાની ખાનગી યુનિર્વસીટીનુ સ્થાપન કરશે.જો કે અગાઉ દેશના ઘણા શિક્ષણશાસ્ત્રીઓે આ અંગેની ચિંતા પ્રગટ કરી હતી.કે દેશમા રાજકીય નેતાઓ પેદા કરતી અથવા રમગ-ગમત માટેની ખાસ કોઇ યુનિર્વસીટીની નથી.જેના પગલે રીલાયન્સ આ યુનિર્વસીટીની સ્થાપના કરશે.