સ્વિસ ટેનિસ સ્ટાર રોજર ફેડરરે રવિવારે અહીં બેલ્જિયમના ડેવિડ ગોફિનને સીધા સેટમાં પરાજીત કરીને ઍટીપી ટુર્નામેન્ટ હાલે ઓપનમાં વિક્રમી 10મુ ટાઇટલ પોતાના નામે કર્યુ હતું. વિમ્બલ્ડન પહેલા અહીંના ગ્રાસ કોર્ટ પર તેણે પોતાની કેરિયરનું આ 102મું ટાઇટલ જીત્યું હતું જેનાથી તેના આત્મવિશ્વાસમાં ચોક્કસ જ વધારો થશે. ફેડરરે ગોફીન સામે 7-6, 6-1થી વિજય મેળવ્યો હતો.
હાલની સિઝનમાં ગ્રાસ કોર્ટ પર તે પરાજીત થયો નથી. ફેડરરે કહ્યું હતું કે મને વિશ્વાસ નથી થતો, જ્યારે હું પહેલીવાર અહીં રમ્યો હતો, ત્યારે મે કદી વિચાર્યુ નહોતું કે હું અહીં 10 ટાઇટલ જીતી શકીશ. આવતા મહિનાથી શરૂ થઇ રહેલી ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ વિમ્બલ્ડનમાં પોતાનું 9મું ટાઇટલ જીતવાના ઇરાદાથી ઉતરનારો ફેડરર પોતાના વિક્રમી 20 ગ્રાન્ડસ્લેમ ટાઇટમાં વઘુ ઍકનો ઉમેરો કરવા ઇચ્છતો હશે.