અમદાવાદ : વિશ્વના મહાન ફુટબોલર રોનાલ્ડો માટે વર્ષ 2017 શાનદાર રહ્યું છે. હાલમાં જ રોનાલ્ડો ફિફાના સર્વશ્રેષ્ઠ ફુટબોલર બન્યો છે. તો ચાલુ વર્ષે તે ત્રણ બાળકોનો પિતા પણ બન્યો છે. જુનમાં સરોગેસીની મદદથી જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. હવે તેની ગર્લફ્રેંડ ગોર્જિના રોડ્રિગ્વેજે સુંદર બાળકીને જન્મ આપ્યો હતો.
રોનાલ્ડોએ પોતાની દિકરીનું નામ અલાના માર્ટિન રાખ્યું છે. અલાના રોનાલ્ડોની ચોથી સંતાન છે. તેના પહેલા રોનાલ્ડોને એક દિકરો છે. તથા સરોગેટમાંથી બે બાળકો પણ છે. રોનાલ્ડોએ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે “અલાના માર્ટિનનો જન્મ થયો છે. મા અને બાળકી સ્વસ્થ છે. અમે સૌ ખુબ જ ખુશ છીએ.”
રોનાલ્ડો સ્પેનના ક્લબ રિયલ મેડ્રિડ તરફથી રમે છે. તે પોર્ટુગલની રાષ્ટ્રીય ટીમનો સુકાની પણ છે. તમને જણાવી દઇએ કે મેડ્રિડના સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ વર્ષનો યુઇએકએ પ્લેયર ઓફ ધ યર એવોર્ડનો હકદાર બન્યો છે. સ્ટાર ફુટબોલર રોનાલ્ડોએ રિયલ મેડ્રિડને સતત બીજુ ચૈમ્પિયન લીગ ટાઇટલ અપાવ્યું છે. ગત વર્ષે 12 ગોલ સાથે તે ટુર્નામેન્ટમાં ટોચનો ખેલાડી રહ્યો હતો.