અમદાવાદ : ચાઇના ઓપન સુપર સીરીઝ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ગુરુવારનો દિવસ ભારત માટે નિરાશાજનક રહ્યો હતો. ભારતના સ્ટાર મહિલા ખેલાડી સાઇના નેહવાલ અને પુરૂષ સિંગલ્સના સ્ટાર પ્રણોયનો ચાયના ઓપનમાં હારી જતાં સફરનો અંત આવ્યો હતો. હવે ભારતની એક માત્ર આશા પીવી સિંધુ પર રહેલી છે.
ટુર્નામેન્ટમાં પ્રણોયએ બીજા રાઉન્ડમાં 53માં ક્રમાંકીત ખેલાડી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ચીનના ચેક યિઉ સામે 42મીનીટ સુધી ચાલેલી મેચમાં સીધા સેટો 21-19 અને 21-17થી પ્રણોય હાર્યો હતો. ત્યાર બાદ મહિલા સિંગલ્સમાં પણ સતત હારનો સામનો કરવો પડ્યો હતો. સાયના નેહવાલ વિશ્વની ચોથી ક્રમાંકીત જાપાનની અકાને યામાગુચી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. યામાગુચી સામે સીધા સેટોમાં 21-18, 21-11 ના સ્કોરથી સાયના નેહવાલને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતની એક માત્ર આશા પીવી સિંધુનો સામનો ચીની ક્કાલીફાયર યુ હાન સામે થશે.