મુંબઈ : સપના ચૌધરીનું નવું પંજાબી સોન્ગ ‘અંખ દા નિશાના’ રિલીઝ થતાની સાથે જ વાયરલ થઇ રહ્યું છે. ગઈ સાંજે જ સપનાનો આ વિડીયો સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું, જેને થોડા કલાકોમાં જ લાખો વ્યૂઝ મળી ચુક્યા છે.
આ પંજાબી ગીતના વીડિયોમાં સપના ચૌધરી જબરદસ્ત ડાન્સ કરી રહી છે. સપનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વિડીયો શેર કર્યો છે. ગઈકાલે સાંજથી લઈને આ વીડિયોને 1 લાખ 38 હજારથી વધુ લોકો નિહાળી ચુક્યા છે.
આ ગીતના શબ્દો ગિલ રૌતાએ લખ્યા છે. આ ગીતના જબરદસ્ત ડાન્સના કોરિયોગ્રાફર છે સાગર દાસ. આ ગીત નૂરે ગાયું છે. આ ગીત સાથે જોડાયેલઈ એક પોસ્ટ સપનાએ બે દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ ફિલ્મ 5 જુલાઇના રોજ રિલીઝ થશે. ફિલ્મનું નામ છે ‘ડીએસપી દેવ’.