અમદાવાદમાં આવેલ કે.એન.પટેલ સ્કૂલ દ્વારા ફી માફી અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા વિદ્યાર્થીઓની વાર્ષિક ફીમાં 25 ટકા ફી માફ કરવામાં આવી છે. સાથે જ અગામી ત્રણ મહિના સુધી બાળકોને ઓનલાઈન મફત શિક્ષણ આપવામાં આવશે. તેમજ ટ્રાન્સપોર્ટ અને ઈતરપ્રવત્તિની એક વર્ષની ફી પણ શાળા દ્વારા માફ કરવામાં આવી છે.
શાળા દ્વારા શિક્ષકો અને અન્ય સ્ટાફનો પગાર પણ કાપવામાં નહી આવે. કે.એન.પટેલ ઇન્ટરનેશન સ્કૂલમાં 2 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે આશરે 3 કરોડ જેટલી ફી સ્કૂલે આગામી વર્ષ માટે માફ કરી છે.