વરિષ્ઠ પત્રકાર રવીશ કુમારને વર્ષ 2019નો પ્રતિષ્ઠિત ‘રૅમન મેગ્સેસે એવોર્ડ’ આપવાની જાહેરાત કરતા સમગ્ર દેશ સહિત મીડિયા જગતમાં ખુશીની લહેર વ્યાપી ગઇ હતી. આજે ‘રૅમન મેગ્સેસે એવોર્ડ’ મેળવવા ફિલિપાઈન્સના પાટનગર મનિલા પહોંચ્યા છે. હિન્દી ટીવી પત્રકારત્વમાં વિશેષ યોગદાન માટે 9 સપ્ટેમ્બરે આ સન્માન આપવામાં આવશે. આ સન્માન મેળવનાર રવીશ કુમાર હિંદી મીડિયાના પહેલા પત્રકાર છે.
રવીશ કુમારે મનિલામાં રૅમન મેગ્સેસે પબ્લિક લેક્ચરમાં સંબોધન કરતાં કહ્યું કે નાગરિકતા માટે સૂચનાઓની સ્વતંત્રતા અને પ્રામાણિકતા હોય તે જરૂરી છે. આજે સ્ટેટનું મીડિયા અને તેના બિઝનેસ પર પૂરો કંટ્રોલ થઈ ચૂક્યો છે. મીડિયા હવે ચોથી જાગીર નહીં પણ ફર્સ્ટ એસ્ટેટ છે. પ્રાઈવેટ મીડિયા અને સરકારી મીડિયામાં અંતર ઘટી ગયું છે. તેમણે પીએમ મોદીએ શુભેચ્છા ન આપવા પર કહ્યું કે તેમની શુભેચ્છા ન આપવી પણ શુભેચ્છા છે.