માજી વર્લ્ડ નંબર વન અમેરિકન ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સને ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડનમાં ઓલ ઇંગ્લેન્ડ ક્લબના ટેનિસ કોર્ટને નુકસાન કરવા બદલ 10 હજાર ડોલરનો દંડ કરવામાં આવ્યો છે. ૨૩ વારકની ગ્રાનડસ્લેમ ચેમ્પિયન સેરેનાઍ વિમ્બલ્ડન શરૂ થવા પહેલા ઓલ ઇંગ્લેન્ડમાં પ્રેકિટસ દરમિયાન કોર્ટને નુકસાન પહોંચાડ્યુ હતુ અને તેથી આ દંડ કરાયો છે.
વિમ્બલ્ડન દરમિયાન દંડાયેલી સેરેના ત્રીજી ખેલાડી છે. આ પહેલા પુરૂષ ખેલાડી ફાબિયો ફોગનિનીને 3000 ડોલરનો દંડ કરાયો હતો, તેણે પોતાના પરાજય પછી કહ્યું હતું કે હું ઇચ્છું છું કે વિમ્બલ્ડનમાં બોમ્બ વિસ્ફોટ થાય. આ સિવાય નિક કિર્ગિયોસ પર સ્પીરિટ ઓફ ગેમ વિરુદ્ધનું આચરણ કરવા બદલ પહેલા રાઉન્ડમાં 3000 અને બીજા રાઉન્ડમાં 5000 ડોલરનો દંડ કરાયો હતો.